Thursday, 13 July 2017

હાય-વે ડાયરી.

રોજનું ક્રમ છે. બસની વિન્ડોસીટ કે કારનું સ્ટેયરીંગ ફેરવતા આવેલો વિચાર છે.
નાનકડી નજરને રોજ કેટકેટલી ઘટનાઓ અને દ્રશ્યો ભટકાય છે.
કાચની પરત પરથી દોડતી વૃક્ષોની હારમાળા, ઉપર મંદ ગતીએ ચાલતું અનંત આકાશ, એમાં પોતાનું અલ્ટીમેટ ઠેકાણું શોધતા વાદળો, સાઈડમાં અર્ધ ચક્રકાર સ્પીડે વર્તુળ બનાવતા હાફ કોફી હાફ ગ્રીન ખેતરો, વચ્ચે આવતી બીનખેતી જમીનોમાં ભરાયેલા ખાબોચિયાં, ચરતા પશુઓ, ધુમાડો કાઢતા વાહનો, અનંત ફેલાયેલો પ્રકાશ, ઇતિહાસની શાક્ષી પૂરતા વર્ષો જુના ઝાડવાઓ, એકલતા ભોગવતા ડામરના રસ્તાઓ, જંગલી વનસ્પતિઓના પાંદડાઓ પર પકડમ પટ્ટી રમતા પીળા પતંગિયાઓ, કારના કાચ માંથી દેખાતા મિલ્ખા સીંગની જેમ દોડતા સફેદ કલરના ડીવાયડર અને સાઈડ પટ્ટાઓ, ખેતરોની કિનારીએ ભરચક ભરાયેલા બાવળ, અચાનક રસ્તો ક્રોસ કરતા નોળિયાઓ, કપાયેલા કૂતરાઓ, કોક ગુમનામ ચહેરાઓએ હાય વે પર બનાવેલા પાણીના પરબો, વચ્ચે આવતા પેટ્રોલ પમ્પ, અજીબો ગરીબ સ્લોગન્સ લખેલા અને યમદૂતની જેમ મહાકાય શરીરે દોડતા ખટારાઓ, એવા સેમી સુમસાન રસ્તાઓ પર પણ ચાલીને જતા હાડ માંસના ખોખાઓ, પ્રદુસિત અને અસ્વચ્છ પાણીમાં ધોવાતા મેલા કપડાં, વચ્ચે વિસામો લેવા માટે બનાવેલા ટેકા વગરના બાકડાઓ, ચાની હોટલો, એ કે 47 જેવો અવાજ કાઢતા છકડાઓ, દેવચકલીની સ્પીડે દોડતી નાની મોટી ગાડીઓ, ક્યારેક મળી જતા લોહિયાળ અકસ્માતો, એટલામાં જ ક્યાંક દેખાતી કૃત્રિમ હસતા ચહેરા વાળી મો..ટ્ટા બેનર્સની જાહેરાતો, ઇમર્જન્સીમાં દોડતી સાયરન વગાડતી 108 એમબ્યુલન્સ, સમયાંતરે આવતા માઈલ સ્ટોન્સ અને લીલા પીળા પાટીયાઓ, ચીર મૌનને ચિરતા વાહનોના હોર્નના ઘોંઘાટ, એમાં વચ્ચે દૂર સુધી ફેલાયેલો સન્નાટો, આ સિવાય એ બધું જ્યાં આપણી સોચ પણ ન પોહચી શકે અને નજર દોડતા થાકી જાય અને ક્ષિતિજ પર વિસામો લે, આંખો થોડી જીણી થાય અને પ્રકૃતિ નિસાસો લે, કુદરત અને માનવ સર્જીત એક એક કણ જાણે એક બીજાની સાથે સમનવય સાધવા મથતા હોય એવું લાગે.....
.... અને આ નવરાશની પળોમાં સદીઓ સુધી થીજેલી પ્રકૃતિમાં આજનો લખતો વાંચતો, ભણેલો ગણેલો 'માણસ'(?) કાગળના ડટ્ટા કમાવવા હાંફતો, થાકતો પોતાને 'વ્યસ્ત' રાખે.
~ #IK ©
૧૩/૭/૨૦૧૭

Thursday, 30 March 2017

"કિમ કરોતી બાલાહા?" "અહમ સત્યમ શોધન્તી"

>>> લખવા માટે કાગળ અને પેન શોધાયા પણ ન હતા ત્યારથી માણસ લખે છે, વિચારે છે. માણસ એક માત્ર એવું જીવ છે જે સતત સત્ય અને અસત્ય વચ્ચે લટકતી બારીક ડોર પર હિચકયા કરે છે. રોજ ફેસબુક પર (આજના નવા) સોક્રેટિસ, એરિસ્ટોટલ, પ્લેટો, નરસૈંયો, ગાંધી, બુદ્ધ અને આદી ઇત્યાદીના દર્શન થઇ જ જાય છે. બીજું કઇં થાય કે ન થાય, (ફ્રી) ફેસબુકના કારણે "શબ્દક્રાંતી" તો થઇ જ છે, ને જબ્બર ઈગનાઇટ થઇ છે.
(પોતાનુજ) સત્ય પ્રગટ કરવાના માણસોના મરણયા પ્રયાસો મફતનું મનોરંજન પૂરું પાડે છે. સત્ય સ્વીકારવા કરતા સત્ય શોધવાની રેસ લાગી છે. અને આ રેસમાં જ કદાચ ખરું સત્ય હાંફી રહ્યું છે. સત્ય શોધવાની આગમાં ખરું સત્ય ઓગળી રહ્યું છે અને સ્મોક બનીને હવામાં અદ્રશ્ય થઇ રહ્યું છે. વક્રતાની પરાકાષ્ટા એ છે કે (કદાચ) હું પણ અત્યારે એ જ પાપ કરી રહ્યો છું!
પહેલાંની તો ખબર નથી પણ આજે મારા હોમ પ્રોડક્શન સત્ય સાથે કેટલા સહમત છે અને કેટલા નથી એનો અંદાજો (રાતોરાત) પ્રગટ કરેલા મારા સત્યની નીચે ઠોકેલી "લાઇકો" :p પરથી આવે છે. કમાલ ટેક્નોલોજી છે!!!
નાના પણ મહા ફિલોસોફી રજુ કરતા કવોટ્સ તો પાણીના પાઉચ કરતા પણ સસ્તા થયા છે અને ફેસબુક પર રોજ તરતા જોવા મળે છે. બુદ્ધિ એ 'વિઝડમ' ને સસ્તી કરી નાખી છે. Philosophy without an experience is mere words. અનુભવ વગરની ફિલોસોફી માત્ર શબ્દો જ છે. જે બીજાના પેટમાં કદાચ ઘડીક ગદગદીયા કરે. બસ.
"ફૂલોને અત્તરનું પદ પામવાને ઉકડતી કડાઈમાં ઉકડવું પડે છે અને થવા બાંસુરી વાંસના ટુકડાને આખાય શરીરે વીંધાવું પડે છે"
વહેલી સવારે બસમાં બેસી મોબાઇલની સ્ક્રીન પર ગુજરાતીમાં લીસોટા કરવા થોડુંક કઠણ કામ છે. માટે વધુ આવતા અંકે.
#IK ©

લાઈફ(?)

જીવન અનેક અણધાર્યા બનાવો અને ઘટનાઓની એક હારમાળા છે. કઈ ઘડીએ, ક્યા સમયે,ક્યા સે ક્યા હો જાયે, કોઈ નથી કહી શકતું.ખબર નહિ જીવનની કઈ સેકંડ, કઈ કલ્લાક, કયો સમય સાથે વિતાવેલો, સાથે મળીને હસીને વિતાવેલો લાસ્ટ મોમેન્ટ હોય. મોતથી પણ બદતર એક બીજી મોત છે અને જીવનથી પણ ખૂબસૂરત બીજું એક જીવન છે. કોઈ હાયફાય કે ગુઢ ફીલીસોફીમાં ન પડતા – જે સમય (એફર્ટલેસ્લી) હસીને વિતાવી લીધો બસ એજ આપણો છે. બાકી તો જીવન પાસેથી લીધેલી લોનની વ્યાજ સહીતની ભરપાઈ છે. જે દરેકને કોઈક ને કોઈક સમયે, કોઈક ને કોઈક રીતે, આજે નહિ તો કાલે કરવી જ પડે છે.
ધરાર, જબરજસ્તીથી હસવામાં આવતું હોય એ હાસ્ય નથી ઉપહાસ છે. કૃત્રિમ રીતે જીવતી જીવનની એક દુર્ગંધ છે જે અસહ્ય છે. પણ નેચરલી છુટેલું હાસ્ય, પેટમાં છુટતી હાસ્યની લેહરો વેહતા પાણીની જેમ સાફ અને પવિત્ર છે અને એની એક મધુર ફોરમ છે જે પોતાના અને બીજાના જીવનને મહેકાવવા માટે કાફી છે. પણ જીવનના આવા મધુર, કોમળ અને સોનેરી પળોના માલિક બધા નથી હોતા અને જે હોય છે એને પણ દરેક ક્ષણે એને ખોઈ દેવાનો સતત ભય રહ્યા કરે છે.
જીવન એક પળમાં સોનેરી સવાર તો બીજી પળમાં અંધારી રાત લઈને આવે છે. અચાનક અને કોઈ પણ પ્રકારની આગમચેતી અને નોટીસ દીધા વગર આવતા આવા પરિવર્તનો અને મુશ્કેલીઓનો સામનો કરવો એ જીવનની સાચી,સિલેબસ વગરની કસોટી છે. ક્યારેક લાઈફમાં લુક બેક કરતા અમુક એવા પળોના ધૂંધળા રંગો દેખાય છે જે સૂજતા પણ નથી. અને અમુક વર્ષો એક પળ બનીને વિસરી જાય છે અને અમુક પળો વર્ષોની જેમ જીવનમાં જામી જાય છે.
વિચારીએ છીએ એટલું સહેલું પણ નથી. સામે વાળાના જીવનમાં જયારે પ્રોબ્લેમ્સ આવે ત્યારે વકીલ બનીને સલાહ દેવી અને જજ બનીને જજમેન્ટ દેવું ખુબ સરળ છે. પણ ન કરે એજ સીચવેશન આપણા પોતાના જીવનમાં આવે તો? એક સમયે કોઈકને આપેલી આપણી પોતાની સલાહ આપણને કામ આવતી નથી! સ્ટ્રેન્જ છે બટ ફેક્ટ છે.
કોઈ ખુશકિસ્મત જ હોય છે જેને કડકડતી ઠંડીમાં હુંફાળા તડકાનો મુલાયમ સ્પર્શ મળે છે, કોઈ નસીબદારને ઉનાળાના ધોમ તડકામાં ભીનો શીતળ પાલવ મળતો હોય છે. સાચું ચોમાસું એને કેહવાય જેમાં તમારી સાથે પલળવા વાળું કો’ક હોય, તમારા પલળેલા માથાને ટુવાલથી સુકવવા વાળું કો’ક હોય, ગોરા ગુલાબી ગાલ પર ઓસના બિંદુઓની જેમ પડેલા વરસાદી ટીપાઓને ચૂમવા વાળું કો’ક હોય. અને જો આવું કંઈ ન હોય તો ધોધમાર ચોમાસું પણ કાળઝાળ ગરમીનો એહસાસ કરાવે છે. જીવનની એક એક ક્ષણ એક એક સદીઓ જેટલી લાંબી લાગે છે. વિલીયમ શેકસપિયરે “મેકબેથ”માં લખેલું છે એમ હજારો બિચ્છુઓ તમારા વજૂદ પણ આળોટતા હોય એવું લાગે. મગજની નસો સતત ધબકારા લે અને શ્વાસ ગાળામાં અટકી જાય છે. દિવસમાં ખબર નહિ કેટલી વખત મૃત્યુની ભનક અસ્તિત્વને હચમચાવી નાખે છે. પાપ અને પુણ્યની ન વાંચેલી વ્યાખ્યાઓ સમજાય જતી હોય છે. અને ઈશ્વર પેહલા કરતા વધારે નજીક હોય એવું ઓટોમેટીક લાગવા માંડે છે. એકાંતમાં ભીડ અને ભીડમાં એકલતા રીતસરની ફીલ થાય. ઘણા આને ડીપ્રેશનનું નામ દઈ દેતા હોય છે. અસલમાં આ જીવનનો એ તબક્કો છે જેના વિષે ભૂતકાળમાં તમે વિચાર કરેલો ન હતો અને તમને આના વિષે કદાચ ઘણા લોકો એ કીધું હતું પણ તમે ક્યારેય એની અનુભૂતિ ન કરી હતી માટે એ તમારા માટે આ એક તદ્દન નવી સીચવેશન છે જે તમે સ્વીકારવા તૈયાર નથી અને સતત એમાંથી બહાર નીકળવાનો (મરણિયો) પ્રયાસ તમારો ચાલુ છે. તેમ છતાં તમે એમાંથી બહાર નીકળી જ નથી શકતા. આ હકીકતની જયારે તમને ખબર પડે છે ત્યારે તમે એમાંથી બહાર જ છો, અથવા તમને આવી કોઈ તકલીફ છે જ નહિ એવો તમે “ઢોંગ” કરો છો અને દુનિયાની સામે જાપટ ખાઈને મોઢું લાલ રાખવાનો નાટક કરો છો. આ નાટકની પરાકાષ્ટા એ છે કે નાટક ભજવનારા અને જોનારા બંનેને એ વાતની ખબર છે કે આ નાટક માત્ર છે!
ક્યારેક એવો સમય હોય છે કે તમારી આંખમાંથી આંસુના એક ટીપાને ટપકવા માટે પણ સમયને લાંચ દેવી પડે છે અને ક્યારેક એજ આંખમાંથી ટપકેલા આંસુના સમંદરોમાં પગ ખારા કરવા પણ કોઈ આવતું નથી. જીવન આ મીઠાશ અને ખારાશની બનેલી વાનગી છે.
જીવન બે આયામોની વચ્ચે ચાલતી હલેસા વગરની હોડી છે. જીવન સવાર અને સાંજ, તડકા અને છાયા, સુખ અને દુઃખ, રાત અને દિવસ, હાસ્ય અને રુદન, મહેફિલ અને એકાંત, મિત્રો અને શત્રુ,પોતાના અને પરાયા, જાહોજલાલી અને ગરીબી, પાનખર અને વસંત, દુષ્કાળ અને હરિયાળી, સુકા અને ભીનાની વચ્ચે જુલતું વાળથી વધારે બારીક અને તલવારની ધારથી વધારે તિક્ષ્ણ એક પુલ છે જેના પર હું અને તમે ચાલીએ છીએ.
~ IK ©

Sunday, 31 July 2016

Happy Sunday!આર.કે. નારાયણ (રાશીપુરમ ક્રિશ્નસ્વામી અઈય્યર નારાયણસ્વામી)ની લખેલી એક મસ્ત નવલકથા છે, "સ્વામી એન્ડ ફ્રેન્ડઝ" જેના પરથી કન્નડ એક્ટર અને ડીરેકટર શંકર નાગે ચોપ્પન એપિસોડની “માલગુડી ડેઝ” ટાઈટલ સાથે એક સીરીયલ પણ બનાવી જે ડી.ડી. નેશનલ, સોની ટીવી અને ટીવી એશિયા પર પ્રસારિત પણ થઇ. બાય ધ વે, એ નોવેલમાં સ્વામી નામના સ્કુલમાં ભણતા એક છોકરાની વાત છે અને નોવેલની શરૂઆત કંઇક આવી રીતે થાય છે, “It was Monday morning. Swaminathan was reluctant to open his eyes. He considered Monday specially unpleasant in the calendar. After the delicious freedom of Saturday and Sunday, it was difficult to get into the Monday mood of work and discipline. He shuddered at the very thought of school: the dismal yellow building; the fire-eyed Vedanayagam, his class teacher, and headmaster with his thin long cane...” અહી આ પેરેગ્રાફ અધૂરું મુકું છું. પોઈન્ટ ઈઝ - આ માણસના સ્વભાવનો એક કોમન ફેક્ટર છે. આપણે બધા પણ એ સ્વામી જ છીએ! રવિવારની નિરાંત ભોગવી સોમવારે જોબ, સ્ટડી કે કામધંધામાં રિઝયુમ કરવું – એ આપણા માટે ત્રીજા વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકે ભાગ લેવા બરોબર છે! J
પણ સમસ્ત બ્રહ્માંડમાં ગુજ્જુ રવિવારની “એક અપની પેહચાન” છે. આપણા માંથી ઘણા માટે તો દરેક રવિવાર બેસતું વર્ષ છે. એવરી સંડે ઈઝ અ સેલિબ્રેશન, એવરી સંડે ઈઝ અ ફેસ્ટીવલ. દરેક રવિવાર એક ઉત્સવ છે. મોડા ઉઠવાની નિરાંત અને અર્ધાંગીની સાથે સાંજે ફરવા જવાના દીવાસ્વપ્ન સેવવાની સાથે રવિવારની સવારનો સૂકુન વાળો સુરજ ઉગે. ફિકસેશન કે ઓછા પગારથી પીડાતો કર્મચારી પણ એલેકઝાંડર દી ગ્રેટની જેમ કે પછી જુનાગઢના નવાબનો વારસો સાચવતો મોડો મોડો ઉઠે અને જાણે પોતે દેશનો ટોપ ટેન બીઝનસમેનમાંનો એક હોય કે પછી પ્રધાનમંત્રીનો લીગલ એડવાઈઝર હોય એમ છાપું હાથમાં લઇ દેશના વર્તમાન હાલત, સરકારની પોલીસીઓ અને ભારતનું ભાવિ ઉજ્જવળ કઈ રીતે બનાવી શકાય આવા ચર્ચાસ્પદ વિષયો પર પોતાના કિમત મંતવ્યો મંડે આપવા. (જોકે આ પણ એક પોઝીટીવ ઘટના છે) અને પછી રવિવારનો દિવસ ઓટોમેટીક બીજા બધા દિવસો કરતા ટૂંકો લાગે. અહીં આઈન્સટાઈનની રીલેટીવીટીનો પ્રિન્સીપલ સરસ રીતે સમજાઈ જાય છે. ગમતો કે ચહીતો સમય પ્રકાશની ગતિએ દોડે. રવિવારે અચાનક જ કામ કરવાની એક અનેરી આળસ ચડે. વધારાના કામ કે અનવોન્ટેડ ટાસ્કસને ઓલમોસ્ટ સાઈલેંટ મોડ પર મૂકી દેવામાં આવે. રોજ કરતા કોઈ જુદી વાનગીની ફરમાઇશ કરવાનું પણ મન થાય. ચોવીસ કલાકના આ રવિવારના દિવસ માંથી ઓલમોસ્ટ હાફ ટાઇમ માત્ર સંડેપ્લાનીગમાં જાય. તેમ છતાં ઘણી યોજનાઓ માત્ર યોજનાઓ જ રહે. આળસની પરાકાષ્ટા તો ત્યારે થાય જયારે ‘હવે શું કરવું?’ આ પ્રશ્ન સતાવે. કેટલાંક ડેડીકેટેડ કર્મચારીઓને ઓફિસની યાદ આવે, પોતાની ખુરશી ટેબલ અને કી-બોર્ડની સ્વીચો પણ એને બોલાવે. જોકે દોઢ દોઢ મહિનાઓનું વેકેશન ભોગવતા ફીક્સેસીયા પગારદારો કે પછી દર મહીને કિલો કિલો પગાર પડતા એમ.એન.સી.ના સી.ઈ.ઓ. કે ક્લાસ વન કે ટુ ઓફિસરો, કે પછી નાનકડી હાટડી ચલાવતો સેમી મિડલક્લાસ માણસ પણ રવિવારની એક પણ સેકંડને વ્યર્થ ન જવા દે. રવિવારની એકે એક પળ જાણે જીવનની છેલ્લી પળ હોય એમ ‘કલ હો ન હો’ ની જેમ એને રેલીશ કરે.
સાંજે રવિવારના ધસમસતા અને બમ્પર ટુ બમ્પર ટ્રાફિકમાં પોતાના ઉડનખટોલામાં પરિવારને પોતાની પાંખોમાં લઈને ઉડાન ભરે. અલ્ટીમેટલી જાણે જીવનની આ જ મજા માટે હડીયાપટ્ટી કે આપાધાપી કરતો હોય! ઓમેય, મોજમજાને ગુજ્જુ લોકો ખોરાક પછીની બીજી પ્રાથમિકતા આપે છે અને એમાં કઈ ખોટું નથી.
ઉનાળાની વરાળો કાઢતી સાંજ હોય કે પછી ફ્રિજના આઈસબોક્સને પણ પાછળ મૂકી દે એવી ઠંડી હોય કે પછી મુશળાધાર વરસાદ હોય – કોઈ પણ ભોગે રવિવારની આ મોજ સાથે કોમ્પ્રોમાઈઝ થઇ શકે જ નહિ. અને પગાર માંથી પી.એફ.ની રકમની જેમ સાચવી રાખેલી સંડે પોકેટ મની પાવરથી શક્ય એટલું જંકફૂડ ખાય. ઢોસા, ઈડલી, પાણીપુરી, ભેળ, રગડો, સમોસા, આઈસક્રીમ, પુલાવ, મસાલાવાળો પાન, દાબેલી, કચોરી, ઘૂઘરા, ભૂંગળા બટેટા, ખમ્મણ, પાવભાજી આદિઈત્યાદિ મોસમ પ્રમાણે અને સ્વાદાનુસાર લેવામાં આવે.
દિવસની અનલીમીટેડ મોજની મજા માણીને બેક ટુ પેવેલીયન થાય અને નેક્સ્ટ ડે એટલે કે મંડે-નાઈટમેરનો વિચાર કરી સુઈ જાય અને સવારે આર.કે.નારાયણનો સ્વામી બની જાય. (શરૂઆતનો પેરેગ્રાફ ફરી વાચી લેવો) આટલું બધું હોવા છતાં સંડે ઈઝ અ સંડે. રવીવારની એક મજા છે, એક મોજ છે, એક આનંદ છે. વીશ યુ ઓલ અ હેપ્પી સંડે! ~ by @Imran Khan

Friday, 29 July 2016

ગુજ્જુ ચોમાસું

આ કોણે હાથમાં લીધી છે પીંછી? આ કોણ ચિત્રકાર છે?, આ કોણે છાંટ્યું છે માટીની સોડમનું અત્તર?, આ કોણે ખેંચ્યા છે રંગોના લીસોટા?, આ કોણે પળ ભરમાં ભુલાવી છે ગરમી?, કોણે આપી છે મીઠી વાછંટ?...
કોઈક સુંદર મજાના ફૂલ પર પાણીના ટીપા બાઝ્યાં હોય, કોઈક પક્ષી વરસાદમાં પોતાની પાંખો ફફડાવી ગેલ કરતુ હોય, બાળકો પોતાના કાગળના ટાઈટેનીક પાણીમાં દોડાવતા હોય, કોક સુંદર છેલછબીલી નાર વરસાદનું પાણી પોતાના કાળા ભમ્મર વાળ પરથી ઝાપટતી હોય, આકાશમાં નજર સૂરજને શોધતી હોય, ગેસ પર પડેલી ગરમ તાવડીનો તાપ ટાઢક જેવો એહસાસ આપે, કારના ગ્લાસ પર ચોંટતા પાણીના ટીપા વાયપરની સાથે પકડમપટ્ટી રમતા હોય અને કુદરતનો એક એક કણ જાણે આપણા આંગણે વધામણીના પગલાં માંડે ત્યારે દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય છે.
વરસાદના બે છાંટા પડે ને ધગધગતી ઘરાની છાતી પરથી છમ્મ થઈને ગરમીનું બાષ્પીભવન થાય. પંખા, એરકંડીશન, કુલર, સુતરાઉ કપડા, ઠંડા પાણીના શીશા, અનહાયજેનિક ઠંડા પીણા, વીમટો, લીંબુસરબત આદિ ઈત્યાદિને ભીનું મજાનું આવજો કહીને ગરમા ગરમ તળાતા ભજીયા કે પકોડા આસ્વાદવાની મોસમ, ગરમ ચા કે કોફીને ફૂંક મારી પીવાની મોસમ, ક્યાંક વરસતા વરસાદમાં એક જ છત્રીમાં પ્રેયસીની સાથે છત્રીના સળિયા પર થી ટપ ટપ ટપકતા પાણીના ટીપાની વચ્ચે ગરમા ગરમ કાવો શેરવાની મોસમ, બારી બારણા પાસે ઊંભા રહીને ધોધમાર વરસતા વરસાદમાં વાછંટ ઝીલવાની મોસમ, વરસાદની પેહલા ચડતી અંધારીની સામે ચાતક નજર માંડી “હમણાં આવશે, હમણાં આવશે” એમ કેહવાની મોસમ, રસોડાના ખૂણામાં પડેલા સ્ટીલના ડબ્બામાં પણ હવાઈ ગયેલા ખાખરા ચાવવાની મોસમ, વરસતા વરસાદમાં બાઈક પર સવાર થઇ રસ્તા પર ભરાયેલા પાણીમાં છાંટા ઉડવાની મોસમ, કોઈ પણ પ્રકારના ગીત મ્યુઝીક સાઉન્ડ વગર મીઠા તીર જેવા લગતા વરસાદના બાણ ઝીલતા ઝીલતા નાચવાની મોસમ, મસ્ત મજાના લીલા છમ થયેલા ઘાંસ, ઝાડ, વેલા, ફૂલ વગેરેથી આંખોને સુવાળી ઠંડક પોહચે એવી મોસમ, વીજળીના કડાકા ને ભડાકા ગાંડા તુર બનેલા વરસાદની સાથે જુગલબંદી કરે અને મન મોર બની થનગાટ કરે અને ચોમાસાનો નશો દરેક નર નારીને ચડે અને ઉમરને નેવે મૂકી બસ બધાનું મન જુમ બરાબર જુમ કરે આ છે આપણું ગુજ્જુ ચોમાસું! અને બીજી બધી વસ્તુની જેમ આપણને વરસાદમાં પણ ઓછું નથી પોસાતું J માટે જ તો ખલીલ ધનતેજવીને યાદ કરવો પડે,
“તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.”
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.”
ચાલો ચોમાસાને વધાવીએ!  
~ by Imran Khan © 

મારી કર્મભૂમી ઓમ એન્જીનીયરીંગ કોલેજ, જુનાગઢ પર મારા કેમેરાની નજરને ગમી ગયેલા કેટલાંક વરસાદના ઝાપટાં! 

Wednesday, 27 July 2016

Nishabd Swaso Thi | Sreerama Chandra | New Gujarati Music Video 2016 | R...વાહ! શું વાત છે! ની:શબ્દ શ્વાસો જાણે લાગણીઓને મખમલી સ્પર્શથી સહેલાવતા
હોય એવું લાગે છે.. મસ્ત એહસાસ અને ટચી સ્ટોરી છે.. ઓલમોસ્ટ ઓલ ઇન્ક્લુડ
કર્યું છે.. બાળપણની દબાયેલી અવાજ યુવાનીમાં પડઘો પાડે છે... અને પ્રેમનું
સુવાળું સ્પર્શ એનું ઉદીપક બને છે.. છતાં માત્ર ઈમોશનલ ડ્રામા નથી. એક
પ્રેરણા અને મોટીવેશન પણ છે. મનની મૂંઝવણ, દબાયેલી તમ્મનાઓ આજે નહિ તો કાલે
ખૂલું આકાશ મેળવે જ છે એ ખુબ જ કોમળ રીતે પીરસ્યું છે... પ્રેમનો પણ એક
ગુદગુદી કરતો એહસાસ દોર્યો છે.. કાળા ભમ્મર ઝુલ્ફોની લટો અને
ગુલાબી હોટો પર થી ઉડાન લેતી ફ્લાઈંગ કીસ કોઈ પણ વખાણની મોહતાજ નથી. અધુરી
ઈચ્છાઓ કાયમી અધુરી નથી રેહતી..મનનો એક સન્નાટો પણ વિશ્વમાં પડઘો પડી
શકે... કેમ ન પાડી શકે?? "કાલની આંખોને દેખાવું છે મારે" યુવાનો માટે તો એક
એક શબ્દમાં પ્રેરણા છે... "આ ધરા ભરી પડી છે ખરા સમુદ્રો થી, મીઠા પાણીનું
ઝરણું હું શોધી રહ્યો છું" શું વાત છે! આ લાઈનતો આરપાર જાય છે અને દિલના
તારને ઝણઝણાવી નાખે છે... ખરેખર મસ્ત સોંગ અને સ્ટોરી કમ્પોઝ કરી છે.. અને
મજાની વાત એ છે કે શુધ્દ ગુજરાતી ટોન છે, સંભાળવાનો એક આનંદ છે, શબ્દો જાણે
કાને અથડાતા નથી અને મન, હૃદય અને સોલને સ્પર્શે છે... રૂનું પૂમડું કોક
ગાલે અડાડતું હોય એવો મસ્ત મીઠો મધુર અવાજ છે અને બાળપણ, યુવાની, રોમાન્સ,
રોમાંચ બધ્ધું આવરી લીધું છે... થોડામાં ઘણું કીધું છે,,, લાંબા સમય પછી
કંઇક સારું સાંભળવા, જોવા અને માણવા મળ્યું... આશા છે બીજા કલાના કદરદાનો
પણ આને આટલુજ રેલીશ કરશે.... મારા પરમ મિત્ર કવિ હૃદય Abhishek Agravat
ભાઇનું નામ વાંચી છાતી ગદગદ ફૂલી ગઈ.. ખુબ મજા પડી... પડદા ઉપર અને પડદાની
પાછળ રહેલા દરેક નાના મોટા કલાકાર, સંગીતકાર, કેમેરામેન, ગાયક, નાયક,
નાયિકા, કોરીગ્રાફર, આદી-ઈત્યાદીને મારા સલામ અને ખાસ તો ડાયરેકટર શ્રી Prashant Tarun Jadav
અને અન્ય ટીમ મેમ્બરને લાખો અભીનંદનનો ચાંદલો... આગળ પણ આમજ આંખોને અને
મનને ગુજ્જુ ઠંડક આપનારા આલ્બમ બનાવતા રહો એવી ગુડ-વીશીશ... (એક નાનકડો
પ્રેક્ષક : Imran Khan)

Hamilton Naki, 78, Self-Taught Surgeon, DiesAdapted from an obituary in the New York Times – June 11, 2005 

શીવખેરાની લખેલી ખુબજ ફેમસ બુક છે. "યુ કેન વિન" બી.બી.એ.માં સીલેબસમાં પણ છે. એનું પેહલું ચેપ્ટર છે "ઈમ્પોર્ટન્સ ઓફ એટીટ્યુડ". આ પહેલા જ ચેપ્ટરના પહેલા જ પેરેગ્રાફમાં એક મસ્ત નાની વાર્તા છે. એક ફુગ્ગા વાળો રોજ સવારે કોઈ પણ એક કલરનો ગેસનો ફુગ્ગો હવામાં છોડી દે છે. ફુગ્ગાને ઉપર ચડતો જોઈ બાળકો એની પાસે ફુગ્ગો ખરીદવા આવે છે. (આમ તો મેનેજમેન્ટના લોકોને કામ લાગે એવી વાત છે. સ્માર્ટ માર્કેટિંગ પોલીસી છે :P) આવું રોજ ચાલે છે. એક દિવસ આ ફુગ્ગા વાળા પાસે એક નાનકડો ટેણીયો આવે છે અને એને એક સવાલ પૂછે છે. સવાલ સાંભળવા જેવો છે. એ પૂછે છે, "આ કાળા કલરનો ફુગ્ગો તમે છોડો તો એ પણ ઉપર જાય?" નીર્દોસ્તાની ચાદર ઓઢેલા આ સવાલમાં જોરદાર કટાક્ષ છે. ફુગ્ગાવાળો જવાબ આપે છે, "બેટા, ફુગ્ગાના કલરથી કઈ લેવા દેવા નથી. ફુગ્ગાની અંદર જે ગેસ ભરેલો છે એના કારણે ફુગ્ગો ઉપર જાય છે" કેવો તાબડતોબ જવાબ છે!!! આજના આ જ્ઞાતિવાદ ને ધર્મવાદ ને બીજા આર્ટીફીસીઅલ પ્રોડ્યુઝ કરેલા વાદોના રખેવાળોને આ વાર્તા સમજાવવા જેવી છે. હું જેતે જ્ઞાતિ ધર્મનો છું એટલે આગળ નથી આવી શકતો આ ખાલી ખોટા બહાના છે અને કામ ના કરવાની, મહેનત ન કરવાની છટકબારીઓ માત્ર છે, ચોખ્ખું એસ્કેપીઝમ છે... સાહેબ! બાકી તમારી અંદર ટેલેન્ટ હોય ને તો કોઈમાં તમને રોકવાની તાકાત નથી. ફૂલની સુગંધને કેદ ન કરી શકાય અને એની જાહેરાતો પણ ન દેવાની હોય... ફૂલની સુગંધ એની મેળેજ પ્રસરે. કામ એટલું જ કરવાનું છે કે કામ કરવાનું છે. (સમજાણું હોય તો બીરદવજો)

૨૬ જુન, ૧૯૨૬માં સાઉથ આફ્રિકાના ત્રાંસકેઈ પ્રદેશના એક સાવ નાના ગામડામાં એક ફટેહાલ પરિસ્થિતિ વાળા ગરીબ કુટુંબમાં જન્મેલો અને કોલસાને પણ સફેદ કેહેવડાવે એવા રંગનો એક મજુર માણસ જેનું નામ હતું હેમિલ્ટન નેકી. સાહેબ માત્ર છ ચોપડી પાસ અને ૧૪ વર્ષની વયે સ્કૂલને અલવિદા કહીને આફ્રિકાના કેપટાઉન શહેરમાં રોજીરોટી કમાવા માટે આવી ગયેલો... અને તમે માનશો નહિ, કેપટાઉનમાં યુનીવર્સીટી ઓફ કેપટાઉનમાં ૧૯૪૦માં બગીચાના માળી તરીકે કામ કરતો. કેપટાઉન થી થોડે દુર આવેલા એક નાનકડા ટાઉન લાંગાથી (જ્યાં છેલ્લે ૧૧ જુન, ૨૦૦૫માં એ મૃત્યુ પામ્યો) રોજ અપડાઉન કરતો... કોઈ પણ પ્રકારની ડીગ્રી,કોઈ પણ પ્રકારનું મેડીકલ નોલેજ લીધા વગર હેમિલ્ટન એક "સેલ્ફ ટોટ સર્જન" બન્યો. આઈ રીપીટ "સેલ્ફ ટોટ સર્જન"...... સાહેબ તમે કલ્પનાતો કરો યુનીવર્સીટીના બગીચામાં કામ કરતો એક માળી સર્જન બને! અને એ પણ કેવો સર્જન કે જયારે ૧૯૯૧માં રીટાયર્ડ થાય એટલે ૨૦૦૨માં એને યુનીવર્સીટી પાછો બોલાવે અને આફ્રિકાના બેસ્ટ એવોર્ડથી એનું સન્માન કરે.. અને હું એ સમયના આફ્રિકાની વાત કરું છું જયારે બ્રીટીશરો મરવાનું પસંદ કરતા પણ કોઈ "બ્લેક" એટલેકે આફ્રિકન ડોકટર એનું ઈલાજ કરે એની સર્જરી કરે એ એને મંજુર ન હતું. રંગભેદ અને કાસ્ટીસીઝામથી લથબથ એવા આફ્રિકામાં પણ યુનીવર્સીટી ઓફ કેપટાઉનના ડોકટરો હેમિલ્ટનને ઓપરેશન કરવાની સ્પેશિઅલ પરમીશન આપે.. શું કામે? ડોકટરો એમ કહે કે અમને ઓપરેશનથીએટરમાં નેકી તો જોશે જ .. અને આનું એક જ રીઝન: સ્કીલ અને ક્વોલીટી. નથીંગ એલ્સ. તમે કલ્પનાતો કરો જે અભણ અંગુઠાછાપ માણસ ૧૯૪૦માં યુનીવર્સીટીના જાળવાઓને પાણી પાતો હોય એને એજ યુનીવર્સીટી ૨૦૦૩માં એને માસ્ટર ઓફ સાયન્સની ઓનરરી ડીગ્રી આપે અને એના પણ એક વર્ષ પેહલા ૨૦૦૨માં આફ્રિકન સરકાર નેકીને આફ્રિકાના હાયેસ્ટ ઓનર એવોર્ડથી પણ નવાજે. હેમિલ્ટને કેટલાય વર્ષ તો યુનીવર્સીટીના વિદ્યાર્થીઓને સર્જરી ભણાવતો! આને આપણે ચમત્કાર કહીએ પણ આ હાર્ડલી એક કે બે દશકા પહેલા જ બનેલી સત્યઘટના છે. અને હેમીલટન જયારે ૧૧ જુન ૨૦૦૫માં લાંગામાં મૃત્યુ પામ્યો ત્યારે અમેરિકાના ન્યુ યોર્ક ટાઈમ્સમાં એવું છપાયેલું, "Hamilton Naki, 78, Self-Taught Surgeon, Dies" ઉર્દુ કવિ અલામા ઇક્બાલનો શેર યાદ આવે ને?, "ખુદ હી કો કર બુલંદ ઇતના કે હર તદબીર સે પેહલે ખુદા ખુદ બંદે સે પૂછે, બતા તેરી રઝા ક્યાં હે" આતો માત્ર એક જ હેમીલટનનું એકઝામ્પલ છે.. આવા તો કેટલાય હેમીલટન હશે જે આપણા ધ્યાન બહાર છે. પણ એ બધા હેમિલટનોએ એવું વિચારી કે માની લીધું હોત કે આપણે તો સામાન્ય બગીચાના માળી છીએ અને આપણે તો રંગે કાળા છીએ તો આપણે તો ક્યાય ન ચાલીયે.. તો આજે હું આ પોસ્ટ લખતો ન હોત અને તમે વાંચતા ન હોત.
અને આજના સમયનો કસ્ટમર સ્માર્ટ થયો છે.. એ બસમાં ચડતા પેહલા ડ્રાઈવરની જ્ઞાતિ ધર્મ પૂછતો નથી, હોટલમાં જમતા પેહલા રસોડામાં જઈને રસોયાની કેટેગરી તપાસતો નથી, અને મોંઘામાં મોઘો મોબાઈલ કે લેપટોપ ખરીદતા પેહલા એની કંપનીના માલીકની બાયોગ્રાફી પણ વાંચતો નથી... એ તો ખાલી સર્વિસ અને ક્વોલીટી બેજ વસ્તુ જુએ છે. અને ધગસ, ડીસીપ્લીન, ઈમાનદારી, પારદર્શકતા થી કામ કરતા લોકોની કાયમી માટે માંગ રેહવાની. પેહલી વાર્તાનો બોધ કેવો મસ્ત છે! ફુગ્ગાની અંદર શું છે એના કારણે ફુગ્ગો ઉપર જાય છે નહિ કે ફૂગ્ગના કલરના કારણે... એની વે સમજે એના માટે છે!

~ ઇમરાન ખાન